સંવત ૨૦૮૦ નવા વર્ષ અન્વયે ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા નૂતન વર્ષે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ને આવકારવામાં આવેલ, તેઓએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, આ નવું વર્ષ નવી આશા, નવા પરિણામો લાવવાનું વર્ષ નીવડશે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્ય ની તમામ ૨૬ લોકસભા સીટ ઉપર વિજય તો ચોક્કસ મેળવશું, પણ તેની સાથે સાથે પ્રત્યેક સીટ ઉપર ૫ લાખ ની લીડ મેળવશું.
માનનીય ધારાસભ્ય રિવાબા જાડેજાએ સૌ કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા પ્રેરિત મહિલા અનામત બિલને બિરદાવેલ, તથા જણાવેલ કે મહિલા સશક્તિકરણ એ પક્ષ ના વિચારો માં વણાયેલ છે. આયુષ્માન ભારત દ્દવારા ૧૦ લાખ ની મદદ આપી અગણિત યોજનાઓ અમલ માં મૂકી છે. આગામી લોકસભા ચૂંટણીઓ માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ને, દેશ ના સક્ષમ સુકાન ને વધુ મજબૂતી પ્રદાન કરીયે તેવું જણાવેલ.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા જણાવેલ કે, આ વર્ષે દિવાળી માં એક અલગ ઉત્સાહ જોવા મળેલ છે, દરેક વ્યક્તિ માટે ઘર નું ઘર, નલ સે જલ, આયુષમાન કાર્ડ દ્વારા લોકોના સ્વાસ્થ્ય ની જાળવણી એ જ સાચી દિવાળીની ઉજવણી કહેવાય. વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી જી એ આ અવસર પ્રદાન કરેલ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગર ની જીજી હોસ્પિટલ નું ભવ્ય નવીનીકરણ મંજૂર કરાયેલ છે, ઉદ્યોગ ધંધા ના વિકાસ અર્થે જી આઇ ડી સી ના ઇન્ફ્રાટ્રકચર સહિત ને મંજૂરી મેળવી, જામનગર ને સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જવા કટિબદ્ધતા દાખવેલ છે. પાણી બચાઓ ના વિચારો ને વિશેષ થી અમલીકરણ માં મૂકવો જોઈએ. વીજળી બચાવો સહિત સ્વચ્છતા બાબતે વિશેષ જાગૃત રહીએ તેવો સંદેશ આપેલ.
ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ને શુભકામના પાઠવતા જણાવેલ કે, દિવાળી એ પર્વની દેવી છે, ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ પૂર્ણ કરી અયોઘ્યા પરત ફરે છે ત્યારે પ્રજાએ દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરેલ, અને બીજા દિવસે તેઓ રાજગાદી એ બિરાજમાન થયેલ. દિવાળી એ ભગવાન શ્રી રામ ને દિલમાં ફરી ફરી ને આવકારવાનો તહેવાર છે. પ્રવર્તમાન સમયમાં કાર્યકર્તાઓએ આગામી સમયમાં, આગામી વર્ષ માં માનનીય નરેન્દ્રભાઇ મોદીજી ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા કટિબધ્ધતા દાખવી, પ્રત્યેક સીટ ઉપર ૫ - ૫ લાખ ની લીડ અપાવવી જોઈએ. આ વર્ષે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે, આથી આ વર્ષ નું મહુરત જ અદ્ભુત થવા જઈ રહ્યું છે.
ભાજપ જામનગર મહાનગરના પ્રભારી પલ્લવીબેન ઠાકરએ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવેલ, તથા જણાવેલ કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રામ લલ્લા ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૪ પછી માનનીય નરેન્દ્રભાઇ મોદી એ શુભલામ સુખલામની ભાવના ને સાર્થક કરી બતાવેલ છે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભકામના પાઠવતા જણાવેલ કે, આજે આપણે સૌ મંગળ પ્રસંગે ઉપસ્થિત થયા છીએ ત્યારે એક સક્ષમ નેતૃત્વ હેઠળ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. તેઓ એ વિશેષ થી જણાવેલ કે, નવું વર્ષ એટલે નવા સંકલ્પ, જૂની ભૂલો ને ભૂલીને આગળ વધવાનો અવશર. આ નવા વર્ષે મજબૂતી થી આગળ વધવું જોઈએ તથા ભારતીય જનતા પાર્ટી ને વધુ ને વધુ મજબૂત બનાવી જોઈએ. વિશ્વ આખું ભારત સાથે જોડાવા આતુર છે, અને ભારત વિશ્વસ્તરે પ્રખ્તાય બન્યું છે. દરેક દેશ વિચારે છે કે ભારત પાસે જે દૂરંદેશી છે એ કોઈ પાસે નથી, ભારત સમગ્ર વિશ્વને નવી દિશાઓ બતાવશે, આવી પાર્ટી માં જોડાયેલ કાર્યકર્તાઓને ૨૦૨૪ માં નવો ઇતિહાસ રચવામાં આહવાન કરેલ. ચાઇના જેવા દેશ જે સમગ્ર વિશ્વના દેશો માટે તકલીફ ઉભી કરવા ની માનસિકતા ધરાવે છે, અર્થતંત્ર સહીત સુધી અસર પહોંચાડવા ચળવળ કરી રહ્યું છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી એ જી ૨૦ સંમેલન થાકી ચાઈનાની હીન માનસિકતા ને જવાબ આપ્યો છે. કેન્દ્ર ના માધ્યમ થકી વિચારી ન શકીએ તેવી સુવિધા પ્રાપ્ત થઈ છે, ઓખા થી લઇ અમૃતસર સુધી ગ્રીન કોરિડોર (નેશનલ હાઇવે) ઉપલબ્ધ બન્યો છે, ડબલ્યુ. એચ. ઓ નું સેન્ટર અહી આકાર લેવા જઈ રહ્યું છે, એઈમ્સ જેવી સુવિધા જામનગરની નજીક ઉપલબ્ધ બની છે. આગામી સમયમાં રેલ વ્યવહાર, હવાઈ વ્યવહારની સેવા વધશે. વંદે ભારત ની ટ્રેન સૌરાષ્ટ્ર માં પ્રથમ ટ્રેન જામનગર ને ફાળે મળી છે, વંદે ભારત થકી જામનગર સુરત સુધી રેલ કનેક્ટિવટી વધુ મજબૂત બનશે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ થી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટીના ગત ચૂંટણીના ૭૯ વિધાનસભાના ઉમેદવાર વિશાલભાઈ ત્યાગી તેમના ટેકેદારો, કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, તથા ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા ના હાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નો ખેશ ધારણ કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ તેમને આવકરેલ છે. મહિલા મોરચાની બહેનો દ્વારા ભવ્ય રંગોળી બનાવવામાં આવેલ હતી, જેને અનેરું આકર્ષણ ઉભું કરેલ.
છેલ્લે આભારવિધિ કરતા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ સૌ કાર્યકર્તાઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશ બામભણીયા, વસંતભાઈ ગોરી, ગોપાલભાઈ સોરઠીયા દ્વારા કરવામાં આવેલ. વિવિધ મોરચાના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, પ્રભારી પલ્લવીબેન ઠાકર, શિક્ષણસમિતિ ચેરમેન મનીષ કનખરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી. ચેરેમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પૂર્વ સંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ, દિનેશ પટેલ, બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, મુકેશ દાશાણી, અશોક નંદા સહીત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખો, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિના સભ્યો, પેઈજ સમિતિના પ્રમુખો, કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકર, લક્ષમણભાઇ ગઢવી તથા દીપાબેન સોની ની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.