જમવાનું નથી , બોર્ડર સુધી જવા ટેક્ષી નથી ,બજારો બંધ છે…

યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ માટે સરકાર દ્રારા પ્રયાસ તો થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ અનેક વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાતના જામનગર જીલ્લાના કુલ 10 જેટલા વિધાર્થી ત્યાં હોવાના અહેવાલ છે. જેમાંથી બે વિધાર્થી પોતાની મુશકેલી વ્યકત કરતો વિડીયો વાયરલ થયો છે. જેમાં જામનગરના કાલાવડનો વિવેદ વાદી, અને વિભાપર ગામનો મિલન દોમડીયા બંન્ને ત્યાં યુક્રેનના ખેસોન શહેરમાં ફસાયા છે. ત્યાં ભારતીય એમ્બેસીમાં સંપર્ક કરતા જણાવ્યુ કે સરહદ સુધી આવે તો મદદરૂપ બની શકે. પરંતુ વિધાર્થીઓની મુશકેલી છે. ખેસોન શહેરથી સરહદ 750 કિમી કે તેથી વધુનુ અંતર છે. કોઈ વાહનચાલક ત્યાં સુધી આવવા માટે તૈયાર નથી. વાહનવ્યવહાર બંધ છે. ચાલી જઈ શકાય તેમ નથી. તેમની પાસે ખોરાકનો પુરતો જથ્થો નથી. તેમજ પૈસા ઉપાડવા માટે પણ મુશકેલી થાય છે. ત્યારે સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠા છે.