આજથી 2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વેનું છેલ્લું બજેટ સત્રની શરૂઆત

નવી બનેલી સરકાર માટે આ પ્રથમ બજેટ સત્ર

આજથી એટલે કે .2 માર્ચથી 14 મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. નવી બનેલી સરકાર માટે આ પ્રથમ બજેટ સત્ર છે. એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ છેલ્લું બજેટ સત્ર હશે.

આ જોતાં ભાજપ અને કોંગ્રેસ વિધાનસભામાં ફ્લોર પર  રાજકીય પ્રદર્શન કરવા તત્પર છે. આ બજેટ સત્રમાં જોવા જેવું મહત્વ નું એ રહેશે કે શાસક તેમજ વિપક્ષી નેતા એટલે કે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા માટે પણ આ પ્રથમ બજેટ સત્ર છે.

ગુજરાત વિધાનસભાનું સત્ર તા.2જી માર્ચ થી પ્રારંભ થવા  જઈ રહ્યો છે. રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. તા.31મી માર્ચના સમાપ્ત થશે. સત્ર દરમિયાન કુલ 26 બેઠકો મળશે. સત્રના પ્રથમ દિવસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સુધારા વિધેયક ઉપરાંત ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક રજૂ થનાર છે.  સત્ર દરમિયાન કુલ મળીને 26 બેઠક યોજાશે.

ગુરૂવારે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં બજેટ રજૂ કરશે.વિધાનસભાની ચૂંટણીને જોતા ભૂપેન્દ્ર પટેલની સરકાર શિક્ષિત બેરોજગાર યુવાનો થી માંડીને ખેડૂતો, વેપારી વર્ગ ઉપરાંત મહિલાઓને ખુશ રાખવાના પ્રયાસો કરશે. આ ઉપરાંત કરવિહોણુ અને નવી યોજનાઓ સાથે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.