મોરબી દુર્ઘટના પર મોટો ઘટસ્ફોટ / પાલિકાના ચીફ ઓફિસરે કર્યો દાવો, મંજૂરી વિના ખુલ્લો મૂકાયો પુલ

એક બાજુ દિવાળીના પર્વ પર સહેલાણીઓ બહાર ગામ ફરવા જતા હોય છે ત્યારે આજે મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરબીના મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે કટકાં થઈ ગયા હતા જેના પગલે અંદાજે 400 લોકો ડૂબ્યાં હોવાના અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયાની આશંકા છે, જો કે હજી સુધી મુતકો અંગેનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી. બીજી તરફ આ પુલ ખુલ્લો મુકાયો તેના પર મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. પાલિકાને જાણ કર્યા વિના તેમજ મંજૂરી વિના તહેવારમાં પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

  • મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઘટસ્ફોટ
  • પાલિકાને જાણ કર્યા વિના પુલ ખુલ્લો મુક્યો
  • ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના પુલ ખુલ્લો મૂક્યો
    મંજૂરી વિના તહેવારોમાં ખુલ્લો મૂક્યો પુલ
  • ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો દાવો

ઝૂલતા પુલનો ઈતિહાસ

દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો 65 ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (4.6 ફૂટ) પહોળાઈ ધરાવે છે. ઈ. સ. 1887માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.

ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યું હતું. તે 1.25 મીટર પહોળો છે અને 233 મીટર મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે.