બેઠકોનું સરવૈયું/ રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠક! ભાજપ પાસે 111 બેઠક તો કોંગ્રેસ પાસે 62! ભાજપ પાસે બહુમતી

રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકછે. જે પૈકી હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ પાસે 111 બેઠક છે. કોંગ્રેસ પાસે 62, બીટીપી પાસે 02, એનસીપી પાસે એક બેઠક છે.  હાઈકોર્ટના આદેશના કારણે ચૂંટણી એક બેઠક પર ચૂંટણી રદ થઈ છે. તો વળી વિધાનસભામાં ચાર બેઠક ખાલી છે.  વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી છે. જેની સામે કોંગ્રેસ પાસે 62 બેઠક છે.

વિધાનસભાની પક્ષવાર સ્થિતિ.

પક્ષ બેઠક

ભાજપ ૧૧૧

કાેંગ્રેસ ૬૨

બીટીપી ૦૨

એનસીપી ૦૧

હાઈકોર્ટના આદેશથી ચૂંટણી રદ થઈ ૦૧

ખાલી બેઠક ૦૪

કુલ ૧૮૨

ઊંઝા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલના નિધન

વિધાનસભાની ઊજા અને વિસાવદર બેઠક ખાલી છે. ઊંઝા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલના નિધન બાદ આ બેઠક ખાલી છે અને વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હર્ષદ રીબડિયા તાજેતરમાં ભાજપમાં સામેલ થયા છે. જેથી આ બેઠક ખાલી પડી છે.