CR પાટીલનું સૂચક નિવેદન! ચૂંટણીને લઈ શું નિવેદન આપ્યું જાણો

CR Patil's suggestive statement! Know what statement was made regarding the election

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. તમામ પક્ષો હવે એક્શન મોડમાં આવી ગયા છે. દરેક પક્ષો દ્વારા જમીની સ્તરે પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે. સાથે જ જે રીતે એક બાદ એક જાહેરાતો થઇ રહી છે. તે જોતા હવે રાજ્યમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ તૈયાર થઇ રહ્યો છે. આ વચ્ચે વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન સામે આવ્યું છે.

CR Patil's suggestive statement! Know what statement was made regarding the election

વિધાનસભાની ચૂંટણીને લઇને આણંદમાં સી.આર.પાટીલે સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પક્ષના કાર્યકર્તા તરીકે મને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.  ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી છે. સમય ઓછો હોય અને સમયની મર્યાદા છે. કાર્યક્રમને જલ્દી સમાપ્ત કરી પાટીલ ગાંધીનગર જવા રવાના થયા હતા.

CR Patil's suggestive statement! Know what statement was made regarding the election

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આણંદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિદ્યાનગર ખાતે નગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. નલ સે જલ યોજના હેઠળ 750 લોકોને પાણીનું જોડાણ આપ્યું છે. પાટીલે પાણીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.