ટીમ ઈન્ડિયા પાસે એક એવો બોલર છે જેને આવતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી હતી. પરંતુ સિલેક્ટરોએ આ ખેલાડીને ભારતીય ટીમમાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખ્યો હતો. આ બોલર શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગા અને ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહની જેમ ઘાતક બોલિંગ કરતો હતો જે સામે ઉભેલ ખેલાડી માટે કાળ જેવી સાબિત થતી હતી.
ટીમ ઈન્ડિયાના ‘યોર્કર મેન’ કહેવાતા ટી. નટરાજન લગભગ એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. સિલેક્ટરોએ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખ્યો છે. બોલર ટી. નટરાજને છેલ્લે માર્ચ 2021માં ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે સીરીઝ રમી હતી. આ સીરીઝ પછી ટી. નટરાજન કોઈ પણ મેચમાં દેખાયા નથી અને કોઈ સિલેક્ટર પણ તેમને યાદ કરી રહ્યા નથી.
ટી. નટરાજને ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ અને 2 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટી. નટરાજને ટેસ્ટ મેચમાં 3 વિકેટ, ટી20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ અને વન-ડે ઈન્ટરનેશનલમાં 3 વિકેટ લીધી હતી. IPL 2020માં ટી. નટરાજના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી.
30 વર્ષના બોલર ટી. નટરાજે વર્ષ 2020-2021 માં ઓસ્ટ્રેલીયા ટુર પર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. પણ એ પછી તેને કોઈ મોકો આપવામાં આવ્યો નથી. લગભગ સિલેક્ટર આ બોલરને ભૂલી ગયા છે પણ હાલ ટીમ ઇન્ડીયામાં ટી. નટરાજ જેવા બોલરની ઘણી જરૂર છે.