ગુજરાતમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં 76.21% નોંધાયો વરસાદ

Gujarat has received 76.21% rainfall so far amid heavy rain forecast for three days

ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 101 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 102 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. તો રાજ્યના 14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

Gujarat has received 76.21% rainfall so far amid heavy rain forecast for three days

76.21% વરસાદના કારણે રાજ્યમાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 28.90% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 45.29% પાણી, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.89% પાણી, કચ્છના 20 ડેમોમાં 70.09% પાણી અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 58.41% પાણીનો સંગ્રહ જોવા મળ્યો.

Gujarat has received 76.21% rainfall so far amid heavy rain forecast for three days

અત્રે તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 8,9,10 ઓગસ્ટે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ મહિનાથી અત્યારસુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોના પાક કોઈ ખતરો ઊભો થયો નથી પણ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. 9 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

Gujarat has received 76.21% rainfall so far amid heavy rain forecast for three days

અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.