પોરબંદરના માધવપુરના દરિયાકિનારેથી વધુ 14 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. 2 દિવસ અગાઉ પણ 21 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે હવે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. હાલમાં SOG અને મરીન પોલીસ દ્વારા ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં માધવપુર પોલીસ અને સ્થાનિક SOGએ પેકેટ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, સતત ત્રણ દિવસથી દરિયાકિનારે શંકાસ્પદ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.
એ સિવાય જૂનાગઢના માંગરોળના દરિયાકિનારેથી પણ વધુ 50 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. જેથી SOG અને માંગરોળ મરીન પોલીસ દ્વારા આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ચરસના પેકેટ FSLમાં મોકલવામાં આવ્યા છે. દરિયાકિનારેથી કરોડોનું ચરસ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઉલ્લેખનીય છે કે, એક-બે દિવસ અગાઉ જ માંગરોળના દરિયાકિનારેથી 25 પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 8 પેકેટ મળ્યા બાદ 25 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. એક થેલામાં પેક કરેલા અંદાજે 25 જેટલાં પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે ફરી માંગરોળના દરિયાકિનારેથી 50 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે.