જર્મનીના સરમુખત્યાર હિટલર વિશે ન જાણનાર ભાગ્યે જ કોઇ હશે. ત્યારે આ હિટલરના 44 માં જન્મદિવસ નિમિતે ભેટ રુપે મળેલી ઘડીયારનીઅમેરિકામાં હરાજી થઈ છે. જે હરાજીમાં આ ઘડિયાળની કિંમત કરોડોમાં અંકાઇ છે. ઘડિયાર ખરીદનાર દ્વારા 11 મિલિયન ડોલર એટલે કે કુલ 8. 70 કરોડ રૂપિયા ચૂકવીને ઘડિયારની ખરીદી કરવામાં આવી છે. મહત્વનું છે કે અમેરિકાનો યહૂદી સમુદાય હિટલરની ઘડિયાળની હરાજીની તરફેણમાં ન હતો, પરંતુ તેમ છતાં ઘડિયાળનું વેચાણ થયું છે. ઘડિયાળના કેન્દ્રમાં સવસ્તિકનું નિશાન હોવાથી આ ઘડિયાળનું ભારત સાથે કોઈ ખાસ કનેક્શન હોય તેવો ઘાટ સર્જાયો છે. ભારતમાં ખાસ હિન્દુ ધર્મના પૂજનીય પ્રતિક સમાન સ્વસ્તિક હિટલરની ઘડિયાળના મધ્યમાં દ્રશ્યમાન થાય છે.
અમેરિકાના મેરીલેન્ડમાં એલેક્ઝાન્ડરમાં જર્મનીના સરમુખત્યાર હિટલરની ઘડિયાળની ઐતિહાસિક હરાજી થઇ હતી. જે ઘડિયાળની બોલી લગાવનાર અનામી છે, તેમણે પોતાના નામ અને ઓળખ જાહેર થવા દીધી નથી આથી આ ઘડિયાળ એક વ્યક્તિને વેચવામાં આવી હતી જેને કોઈ જાણતું નથી. જેની પાછળનું કારણ કદાચ એ હય શકે કારણ કે આખી દુનિયા હિટલરને નફરતથી જુએ છે અને યહૂદી સમુદાય પણ હિટલરની ઘડિયાળની હરાજીથી ખુશ ન હતો. આ ઘડિયાળ માટે હિટલરની બોલીને લઈને યહૂદી સમુદાય પહેલાથી જ નારાજ છે અને તેણે આ હરાજી સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. તેમ છતાં પણ હરાજી થઇ હતી.
હરાજી થયેલી ઘડિયાળ હિટલર જ્યારે જર્મનીના ચાન્સેલર બન્યા હતા અને તેમનો જન્મદિવસ હતો તે તા. એટલે કે 20 એપ્રિલ, 1933ના રોજ આપવામાં આવી હતી, હરાજી કરનારાઓએ કહ્યું છે કે અનુભવી ઘડિયાળ નિષ્ણાતો અને લશ્કરી ઈતિહાસકારોએ સંશોધન પછી નક્કી કર્યું છે કે આ ઘડિયાળ ખરેખર એડોલ્ફ હિટલરની છે. આ ઘડિયાળને ફ્રેન્ચ જૂથના લશ્કરી જૂથ દ્વારા યુદ્ધ સ્મૃતિચિહ્ન તરીકે લેવામાં આવી હતી, જ્યારે 4 મે 1945ના રોજ, આ જૂથે હિટલરના પર્વત બર્ગોફ પરના કિલ્લા પર હુમલો કર્યો હતો જયા યુદ્ધ જીત્યા પછી, જ્યારે ફ્રેન્ચ સૈનિકો તેમના ઘરે પાછા આવવા લાગ્યા હતા ત્યારે તે જૂથનો એક સૈનિક, સાર્જન્ટ રોબર્ટ મિગનોટ આ ઘડિયાળ પોતાની સાથે ફ્રાન્સ લઈ આવ્યો હતો. ત્યારપછી તેણે આ ઘડિયાળ તેના પિતરાઈ ભાઈને વેચી દીધી અને ત્યારથી તે ઘડિયાળ મિગનોટા પરિવાર પાસે રહી હતી.