શું ખરેખર? સાઉથનો આ સુપર સ્ટાર જેમ્સ બોન્ડ બની શકે?

What really? Can this superstar of South become James Bond?

ફિલ્મ RRRમાં પોતાની શાનદાર એક્ટિંગથી સાઉથ ફિલ્મોના એક્ટર રામ ચરણે લોકોનું દિલ જીતી લીધું. માત્ર ભારતીય સેલિબ્રિટિ જ નહીં પણ હોલીવુડના દિગ્ગજ કલાકારો પણ તેમની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. રાજમૌલીની આ ફિલ્મમાં રામ ચરણ એક ફ્રીડમ ફાઈટરના રોલમાં જોવા મળ્યા હતા. જે બાદ હવે માર્વલના ક્રિએટર્સ પણ આ વાત સાથે સહમત થયા છે કે, સાઉથ એક્ટર રામ ચરણ આગલા જેમ્સ બોન્ડ હોય શકે છે. જણાવી દઈએ કે, જેમ્સ બોન્ડનો રોલ કોણ નિભાવશે તેની ચર્ચાઓ થઈ રહી છે.

What really? Can this superstar of South become James Bond?

તો રામ ચરણ હશે આગલા જેમ્સ બોન્ડ
જણાવી દઈએ કે, ડેનિયલ ક્રેગે વર્ષ 2021ની ફિલ્મ નો ટાઈમ ટૂ ડાઈમાં અભિનય કર્યા બાદ જેમ્સ બોન્ડની ફ્રેન્ચાઈઝી છોડી દીધી હતી. જે બાદ આગલા જેમ્સ બોન્ડ હશે તેને લઈને અફવાઓની સાથે સાથે અટકળોએ જોર પકડ્યું છે. માર્વના લ્યૂક કેજના નિર્માતા ચેઓ હોદરી કોકે આ ખબર નિવેદન આપતા કહ્યું કે, રામ ચરણ આ કિરદાર માટે એક બહેતર દાવેદાર હોય શકે છે.

What really? Can this superstar of South become James Bond?

જણાવી દઈએ કે, ચેઓએ બુધવારે આગલા જેમ્સ બોન્ડ માટે પોતાની પસંદની વાત કરતાં ટ્વિટર પર ઘણા નામો જાહેર કર્યા છે. આ નામોમાં અભિનેતા ઈદરીસ એલ્બા, સોપ ડિરિસુ, મેથ્યૂ ગોડે અને ડેમસન ઈદરીસ શામેલ છે. આ ટ્વીટમાં રામ ચરણનું નામ પણ હતું. આ ટ્વીટ પર તમામ લોકોએ રિએક્ટ કર્યું છે. તેના થોડા સમય બાદ ચેઓએ પુછ્યું કે, અહીં કેટલા લોકો રામ ચરણના ફેન્સ છે.

What really? Can this superstar of South become James Bond?

ચેઓએ જણાવ્યું કારણ
આ ટ્વીટ બાદ ચેઓએ રામ ચરણને પસંદ કરવા પાછળનું કારણ જણાવતા ટ્વિટર પર એક વધુ પોસ્ટ કરી. તેમને લખ્યું કે, ઓહ, આ તો જલદી વાયરલ થઈ ગયું. તમામ એક્ટર ઈદરસને જાણે છે. મારા વિચાર મુજબ, સ્નોફોલમાં ડેમસન, ધ ઓફરમાં મેથ્યૂ જી અને RRRમાં રામ. આ તમામ આના લાયક છે.

What really? Can this superstar of South become James Bond?

રામ ચરણના ફેન્સે આપ્યું રિએક્શન
ચેઓના ટ્વીટનો જવાબ આપતા રામ ચરણના ફેન્સે અભિનેતાને ટોલીવુડનો કિંગ કહ્યું. સાથે જ ફેન્સે રામ ચરણની ફિલ્મ RRRના ઘણા વીડિયોઝ અને ફોટો શેર કર્યા. એટલું જ નહીં પણ ઘણા ફેન્સે તો રામ ચરણને જેમ્સ બોન્ડવાળા પોસ્ટર પણ જાહેર કર્યું છે. આ પહેલાં ગાર્ડિંયંસ ઓફ ધ ગૈલેક્સીના નિર્દેશક જેમ્સ ગન અને ડોક્ટર સ્ટ્રેંજના નિર્દેશક સ્કોટ ડેરિકસનને પણ RRRના વખાણ કર્યા હતા.