સુપર હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીથી દર્શકો વચ્ચે નામ મેળવનાર વિજય દેવરકોંડા હાલ બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર કેહવાતા વિજય દેવરકોંડાએ સાઉથની ઘણી ફિલ્મો કરી છે અને તેમની ફિલ્મો અને એક્ટિંગના ચાહકો ફક્ત સાઉથમાં જ નથી પણ ભારત સહિત પૂરી દુનિયામાં છે. વિજય દેવરકોંડાની બૉલીવુડ ડેબ્યૂ ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ‘લાઈગર’ ના ટ્રેલરને પહેલા હૈદરાબાદ અને એ પછી મુંબઇમાં લોન્ચ કારવમાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે એક મોટા ઇવેંટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોન્ચ સમયે ત્યાં કરણ જોહર, વિજય દેવરકોંડા, અનન્યા પાંડે અને પૂરી જગન્નાથ સહિત પ્રભાસ પણ હાજર રહ્યા હતા.
લોકો વિજય દેવરકોંડાની ડેબ્યૂ બૉલીવુડ ફિલ્મ ‘લાઈગર’ની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે થોડા સમય પહેલા જ વિજય દેવરકોંડા એ તેના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં એને ડેબ્યૂ બૉલીવુડ ફિલ્મ ‘લાઈગર’ નો એક લુક બહાર પાડ્યો હતો અને લોકોને તેનો આ લુક ઘણો પસંદ આવ્યો હતો. આ ફિલ્મ એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ છે જએ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલિજ થશે. વિજય દેવરકોંડાણી આ ફિલ્મમાં માઇક ટાયસનની સામે મુક્કેબાજી કરતાં નજર આવશે. માઇક ટાયસન તેમજ અનન્યા પાંડેની આ પહેલી તેલુગુ ફિલ્મ છે. જેમાં વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે ત્યાં અનન્યા પાંડે આ ફિલ્મ સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ પૂરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવાં આવી છે અને અને કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.