જામનગરના બાળ કલાકાર અને તેની માતાએ સારથી ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડની ફિલ્મને ટકકર આપે તેવી ફિલ્મ ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મો તૈયાર થઈ રહી છે. હાલ બોલીવુડના અનેક કલાકારો ગુજરાતી ફિલ્મમાં પાત્ર ભજવે છે. ગુજરાતી ફિલ્મો અનેક વિશેષતાઓના કારણે બોલીવુડની હિન્હી ફિલ્મો સાથે સિનેમાઘરોમાં લાગી રહી છે. આવી લાગણીસભર માતૃત્વ વિષય પર તૈયાર થઈ છે ફિલ્મ સારથી. ફિલ્મમાં કોમેડી, બાળકોની મસ્તી,માતાની પુત્રને મળવાની ઝંખના, અનાથ બાળકનો માતા પ્રત્યેનો લગાવ તમામ વિષયને આવરીને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે. કે દર્શક પદડો પડે નહી ત્યાંથી દર્શકો ખુરશી છોડે નહી. ખાસ નાના બાળકો, નામના અને પૈસાની પાછળ દોડતી યુવા પેઢી અને વડીલો દરેક વર્ગને પસંદ પડે તેવી પારીવારીક ફિલ્મ છે.

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi


સારથી ફિલ્મ અન્ય ફિલ્મ કરતા થોડી અલગ બનવામાં આવી છે. સિનેમાનો મુખ્ય હેતુ મનોરંજન સાથે સમાજને કોઈ સંદેશ આપવાનો હોય છે. તે સારથી ફિલ્મે સાર્થક કર્યુ છે. ફિલ્મમાં પ્રેમ-કહાની, હિરોના સ્ટંટ, કે નેગેટીવ પાત્રમાં વિલન નહી, પરંતુ બાળકોની ટોળી અને માતૃત્વ પ્રેમને પર અલગ રીતે કહાની રજુ કરી છે. જેમાં ચાર બાળકોની ટોળકી છે. તેનુ નાનપણ અને તેમની લાગણીઓને રજુ કરવાં આવી છે. જાણીતા ડિરેકટર રફીક શેખે બાળકોના પાત્રને પ્રાધ્યન્ય આપતી અને પુત્રનો પ્રેમ ખંખતી માતાની લાગણીની વાતને લઈને વાર્તા લખી છે. તેને સારી રીતે ફિલ્માંકન કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં જાણીતા કલાકાર પ્રતિક ગાંધી, જાણીતા કલાકાર મિનળબેન પટેલ, શેખર શુકલના નામથી જાણીતા જેવા કલાકાર સાથે બાળ કલાકારોને સ્થાન આપીને ફિલ્મ તૈયાર કરી છે. પાર્થ ગોહિલએ ગીત લખ્યા છે, મનિષ ભાનુશાળીએ સંગીત આપ્યુ છે. ફિલ્મનુ શુટીંગ 3 માસ સુધી ચાલ્યુ. જે વડોદરા અને શિમલાના આસપાસના વિસ્તારોમાં શુંટીગ કરવામાં આવ્યુ છે.

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi

બાળ કલાકારને અનેક પડકાર.
સારથી ફિલ્મ વડોદરા અને શિમલામાં શુટીંગ કરવામાં આવ્યુ. તેથી નાના બાળ કલાકારને શુંટીગ માટે વડોદરામાં 42 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે કામ કર્યુ. તો શિમલામાં માઈનસ 15ના તાપમાનમાં કામ કરવુ મુશકેલ બન્યુ હતુ. ફિલ્મ તૈયાર થયા બાદ વોઈસ ડબીંગ માટે એક વખત સૌમ્ય સતત 36 કલાક મહેતન કરી હતી. તેમજ પ્રતિક ગાંધી, મિનળબેન પટેલ, જેવા જાણીતા કલાકારો સાથે કામ કરવામાં સૌમ્યને આત્મવિશ્વાસ સાથે પાત્ર ભજવ્યુ.

4260 માંથી 4 બાળકોની પસંદગી..
રફીક શેખે પોતાની વાર્તા લખ્યા બાદ જાણીતા કલાકારો કે નાટક, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કરી ચુક્યા હોય તેવા જાણીતા કલાકાર સ્થાન આપ્યુ. પરંતુ તેમના માટે પડકારદાય કામ બાળકોના પાત્ર માટે કલાકારની પસંદગી કરવી. બાળકોનુ પાત્ર લીડ રોલમાં હોવાથી તેમની પસંદગી કરવી ફિલ્મ સંચાલકો માટે પણ મુશકેલીભર્યુ કામ બન્યુ. જે માટે ઓડીશન લેવામાં આવ્યા. આ ઓડીશનમાં 4260 જેટલા બાળકોને ભાગ્ય અજમાવ્યુ.જેમાં જામનગરના બાળ કલાકાર સૌમ્ય પંડયા, સુરતના ભવ્ય પવાર, રાજકોટના સ્વયં છાંયા અને વડોદરાની વૃંદા ત્રિવેદીની પસંદગી કરવામાં આવી.

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi

ફિલ્મમાં માતા-પુત્રએ જ માતા-પુત્રનુ પાત્ર ભજવ્યુ.
ફિલ્મોધોગમાં સામાન્ય રીતે કલાકારો હોય તેમના પરીવારના બાળકોને પ્રાધાન્ય મળતુ હોય છે. પરંતુ જામનગરના બાળ કલાકારની લીડ પાત્ર તરીકે પસંદગી થતા તેના માતાની પાત્ર તરીકે કલાકારની માતા ડો. મેધના પંડયાની પસંદગી થઈ. ફિલ્મમાં માતા-પુત્રની જોડીએ માતા-પુત્રની પાત્ર ભજવ્યુ.

ફિલ્મમાં જામનગરના ત્રણ કલાકારોને સ્થાન.
સારથી ફિલ્મમાં બાળ કલાકાર સૌમ્ય પંડયા અને તેની માતા ડો.મેઘા પંડયાએ સાથે કામ કર્યુ છે. સાથે મીત પાડલીયાને મહેમાન કલાકાર તરીકે કામ કર્યુ છે. એક ફિલ્મમાં જામનગરના ત્રણ કલાકારો તક મળી છે. બાળકોના ઓડીશન બાદ લીડ પાત્ર ભજવનાર સૌમ્ય પંડયાની એકટીંગની કળા અને મહેનત જોવા ફિલ્મ નિર્માતાઓ જામનગરની મુલાકાતે આવ્યા. જયાં સૌમ્ય પંડયા પોતાના પિતા એડવોકેટ ગૌરવ પંડયા લિખીત નાટયનુ તૈયારી કરી રહ્યા હતા. જેમાં સૌમ્યની માતાનુ પાત્ર આયુર્વેદ તબીબ ડો. મેધના પંડયાએ ભજવ્યુ હતુ. જે જોતા ફિલ્મમાં માતાના પાત્ર માટે સૌમ્યની માતાને પસંદ કરવામાં આવી જે પાત્રને સારી રીતે ભજવી એકટીંગમાં તે સૌમ્યની માતા હોવાનુ એકટીંગથી જણાવ્યુ.

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi

એમ જ નથી બન્યો સારથી, લાંબી સફર બાદ મુકાવ મેળવ્યો- સૌમ્ય પંડયા.
જામનગરનો બાળ કલાકાર 14 વર્ષનો સૌમ્ય પંડયાએ સારથી ફિલ્મમાં લીડ પાત્ર ભજવ્યુ છે. જે સહેલાઈથી મળ્યુ નથી. પહેલુ તો 4260 બાળકોમાંથી લીડ પાત્ર માટે સૌમ્યની પસંદગી થઈ. જે માટે ત્રણ ઓડીશન આપ્યા હતા. સોમ્ય પંડયાને બોલતા શીખ્યાની સાથે એકટીંગનો કિડો કરડી ગયો હતો. એટલે અઢી વર્ષની ઉમરે તેણે પહેલા વેશભુષમાં સ્વામીવિવેકાનંદનુ પાત્ર બન્યો હતો. ત્યાંથી તેની નાટય અને એકટીંગની સફર શરૂ થઈ. 31-10-2014ના રોજ લીબડી નજીક આવેલા સ્વામીવિવેકાનંદના આશ્રમમાં 1500થી વધુ જનમેદની વચ્ચે સ્વામીવિવેકાનંદ પર ધારદાર વકત્વ આપ્યુ હતુ. ત્યાર બાદ અલગ-અલગ 50 થી વધુ સ્પીચ સ્વામીવિવેકાનંદજી પર તેણે આપ્યા છે. ખાનગી મનોરંજનની ચેનલમાં 2015માં ઈન્ડીયા બેસ્ટ ડ્રામેબાજમાં ટોપ-16માં સ્થાન મેળવ્યુ હતુ. 2016માં ભાવનગરમાં બાળ પ્રતિભા શોધમાં રાજય કક્ષાએ મોનો એકટીંગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. 2018માં વડોદરા કલા મહાકુંભમાં કલા રજુ કરી હતી. 2019માં ચિત્રલેખા નાટય સ્પર્ધામાં પિતા ગૌરવ પંડયાને લેખીત હેસટેગ સ્ટોરી નામના નાટકમાં માતા-પુત્રએ પાત્ર ભજવ્યુ હતુ. 2017માં જીનીયસ ઈન્ડીયન એચીવર એવોર્ડ 2017માં મળ્યો. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સહીતના નેતાઓએ અને પત્રકારોએ સૌમ્ય લખીને શુભેચ્છાઓ આપેલ છે.

A child actor from Jamnagar and his mother played the lead role in the film Saarathi


સૌમ્ય પંડયાએ 4 ગુજરાતી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ.
સૌમ્ય પંડયાએ સારથી ફિલ્મમાં લીડ પાત્ર ભજવ્યુ છે. પરંતુ આ પહેલા અન્ય ત્રણ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ છે. 2014માં ઓટો લાઈફ ઓફ રમલી રીક્ષાવાળી, હરે પ્રીતમ જે ગુજરાતી ફિલ્મ યુ-ટયુબ પર પ્રસારીત થઈ. 2021માં યુવા સરકારમાં બાળ કલાકાર તરીકે પાત્ર ભજવ્યુ. સારથીમાં મુખ્ય ભુમિકામાં સૌમ્ય જોવા મળે છે. એકટીંગમાં બાળ કલાકાર તરીકે આગવુ સ્થાન મેળવ્યુ છે. સાથે અભ્યાસમાં રૂચિ કેળવી છે. એકટીંગ પોતે કરતા કરતા માતાને સાથે આ ક્ષેત્રે લાગવા પ્રેરણા કરી. તો માતા પાસેથી આર્યુવેદમાં તબીબ બનાવવાની ઈચ્છા ધરાવે છે. 2022માં ચેસની રમતમાં રાજય કક્ષા અન્ડર-14માં સુરેન્દ્રનગરમાં રમ્યો છે. બેડમિટન, ક્રિકેટ, તંબલા, વાંચનનો શોખ ધરાવે છે. નાની વયમાં મલ્ટીટેલેન્ટ જામનગરના બાળ કલાકાર સારથી ફિલ્મ દરેક વડીલ, યુવાનો માતાથી પ્રેમ કરનાર બાળકોને પસંદ પડે છે. અગાઉ સૌમ્યને બાળ વિવેકાનંદનુ ઉપનામ મળ્યુ હતુ. સારથી ફિલ્મ બાદ તેની સારથી તરીકેની ઓખળ બની છે