કેટરીનાને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા કરતા વધારે સમય થયો છે અને આ વર્ષ જ તેના લગ્ન પણ થયા છે.પોતાના અભિનય અને ડાન્સથી લોકોના દિલ જીતનારી કેટરીનાએ બે દાયકામાં 40 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.નિષ્ફળ ફિલ્મથી શરૂઆત કરનાર કેટરિનાએ પોતાની મહેનતથી બોલીવુડમાં નામ કમાયું છે. કેટરિના કૈફને તેનું પહેલું કામ 14 વર્ષની ઉંમરે મળ્યું હતું. જેમાં તેણે હવાઈમાં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ તેને એક જ્વેલરી બ્રાન્ડ માટે કામ કર્યું હતું. આ સાથે સાથે તેણે મોડેલિંગ પણ કર્યું. લંડન ફેશન વીકમાં તેણે અનેક વાર રેમ્પ વૉક કર્યું. સાથે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે પણ કામ કર્યું.કેટરિના કૈફનું સાચું નામ બીજું છે. બોલીવુડમાં આવ્યા પહેલા આ સુંદરીનું નામ કેટરીના તુરકોટતે હતું. જેમાં આયેશા શ્રોફે તેને અટકમાં ફેરફાર કરવાની સલાહ આપી હતી અને તે પછી તેનું નામ કેટરીના કૈફ પડી ગયું.
લોકો તેને લાડથી ‘કેટ’ કહીને બોલાવે છે. કેટરિના દરેક ધર્મમાં માને છે. તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તે મુંબઈના સિદ્ધી વિનાયક મંદિર, માઉન્ટ મેરી ચર્ચ જાય છે. તેમજ તે અજમેર શરીફની દરગાહની પણ અચૂક મુલાકાત લે છે.ઢીંગલી જેવી દેખાતી કેટરિના કૈફના નામથી ઢીંગલી પણ બનાવવામાં આવી છે.વર્લ્ડ ફેમસ બાર્બી ડોલને કેટરિનાનું પણ સ્વરૂપ આવામાં આવ્યું છે. જે બોલીવુડની પહેલી એવી અભિનેત્રી છે જેના પરથી બાર્બી ડોલ બની છે.કેટરિના કૈફ એક્ટિંગમાં તો માસ્ટર છે જ. સાથે તે શતરંજની પણ સારી ખેલાડી છે. તેને ચેસ રમવું પસંદ છે આ સાથે જ તેને પેઈન્ટિંગ પણ પસંદ છે. કેટરિનાની પસંદગીની રમતમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે.કેટરીના વર્ષોથી ભારતમાં રહેતી હોવા છતાં તે ભારતીય નાગરિક નથી. કેટરિના મૂળ રૂપે બ્રિટિશ નાગરિક છે અને વર્ક વિઝા પર તે ભારત આવે છે અને અહીં રહે છે.