સુષ્મિતા સેન જીવે છે લક્ઝરી લાઈફસ્ટાઈલ: જાણો તેની પાસે કેટલી સંપતિ છે

Sushmita Sen Lives A Luxury Lifestyle: Know How Much Wealth She Has

હાલ બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ચર્ચામાં છે. કેહવામાં છે કે તે બિઝનેસ મેન લલિત મોદીને ડેટ કરી રહી છે. બિઝનેસમેન લલિત મોદીએ હાલ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી.સુષ્મિતાનો જન્મ 9 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં સુબીર સેન અને સુભ્રા સેનના ઘરે થયો હતો.તેને માત્ર 18 વર્ષની ઉંમરે જ મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. જેમાં વર્ષ 1994 સુષ્મિતા માટે ખૂબ જ લકી સાબિત થયું, આ વર્ષે તેણે બે મોટા ટાઈટલ જીત્યા જેમાં મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સનો તાજ સામેલ છે. જ્યારે સુષ્મિતાએ આ બંને ટાઇટલ જીત્યા ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. સુષ્મિતા સેનને ભારતની પ્રથમ મહિલા મિસ યુનિવર્સનો ખિતાબ પણ મળ્યો છે.

Sushmita Sen Lives Luxury Lifestyle: Find Out How Much Wealth She Has

સુષ્મિતા સેનને સિનેમામાં જે સ્થાન મળ્યું તે સામાન્ય રીતે જોઈએ તો દરેકના નસીબમાં હોતું નથી. 1997માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તકથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરનાર સુષ્મિતા સેને લાંબા સમય સુધી સ્ક્રીન પર રાજ કર્યું હતું અને હવે તેણે લાંબા સમય બાદ આર્યા વેબસિરીઝ સાથે OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે.સુષ્મિતાએ લોકપ્રિયતાની સાથે સાથે ઘણી સંપત્તિ પણ કમાઈ હતી. સુષ્મિતા સેનની કુલ સંપત્તિ 74 કરોડ રૂપિયા છે અને તે વાર્ષિક 9 કરોડ રૂપિયા અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે.તેમજ સુષ્મિતા એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. જેમાં તે મોડેલિંગ અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા પણ કરોડો રૂપિયા કમાય છે. સુષ્મિતા સેનને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે BMW 7 સિરીઝ 730Ld છે જેની કિંમત રૂ. 1.42 કરોડ છે. સુષ્મિતા પાસે રૂ. 1 કરોડની કિંમતની BMW X6, રૂ. 89.90 લાખની Audi Q7 અને રૂ. 35 લાખની કિંમતની Lexus LX 470 જેવી કારો પણ છે.સુષ્મિતા મુંબઈના વર્સોવામાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે.આ ઉપરાંત સુષ્મિતા સેન દુબઈમાં જ્વેલરી રિટેલ સ્ટોર ચલાવે છે. તેણે તેની દત્તક પુત્રી રેનીના નામ પરથી તેનું નામ Renee Jwellery રાખ્યું છે.