ભારે વરસાદના કારણે ગુજરાતમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેના ભાગ રૂપે વરસાદમાં ડભોઈ અને એક્તા નગર સ્ટેશનો વચ્ચે ટ્રેનના ટ્રેક ખરાબ થતા જોવા મળ્યા છે. જેને લઈને પશ્ચિમ રેલવેની મોટા ભાગની ટ્રેનોને કેન્સલ કરવા તેમજ કેટલીક ટ્રેનોને આંશિક રૂપથી રદ કરવામાં આવી છે. જે અંગેની માહિતી પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવી છે.
ટ્રેન નંબર 09107, પ્રતાપ નગર-એકતા નગર , MEMU, ટ્રેન નંબર 09108, એકતા નગર-પ્રતાપ નગર MEMU, ટ્રેન નંબર 09109, પ્રતાપ નગર-MEMU, ટ્રેન નં. ટ્રેન નંબર 09110, એકતા નગર-પ્રતાપ નગર મેમુ, ટ્રેન નંબર 09113, પ્રતાપ નગર-એકતા નગર મેમુ, ટ્રેન નંબર 09114, એકતા નગર-પ્રતાપ નગર મેમુ, ટ્રેન નંબર 20947, અમદાવાદ-એકતા નગર એકતા નગર રદ કરવામાં આવી છે.આ ઉપરાંત ટ્રેન નંબર 12927, દાદર-એકતા નગર એક્સપ્રેસને વડોદરામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે તેમજ તેને વડોદરા અને એકતા નગર વચ્ચે આંશિકરૂપથી રદ કરવામાં આવી છે.