હજુ 5 દિવસ આ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબકશે! જાણો ક્યાં પડશે

Heavy rains will fall in this district for another 5 days! Find out where

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે.

Heavy rains will fall in this district for another 5 days! Find out where

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. સૌથી વધુ 8 ઇંચ વરસાદ રાજકોટના જામકંડોરણામાં પડ્યો છે. જ્યારે કપરાડામાં 6 ઇંચ, ઉપલેટામાં સાડા ચાર ઇંચ, વાપીમાં સાડા 4 ઇંચ, લોધિકામાં 4 ઇંચ વરસાદ, ખેરગામ અને માંડવીમાં 4-4 ઇંચ વરસાદ, ભેસાણ, સુત્રાપાડા અને મેંદરડામાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે પારડી, વલસાડ, ઉના, ગણદેવી અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટણા, સાંગાણી, નવસારી અને ગીર ગઢડામાં 2.5 ઇંચ વરસ્યો. જ્યારે તળાજા, માળિયા, સંતરામપુર અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે વિસાવદર, કુતિયાણા અને વડગામમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો.

Heavy rains will fall in this district for another 5 days! Find out where

એ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ ગઇ છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં પૂરના પાણીમાં 5 ગાયો તણાતી જોવા મળે છે. ઉગમણાબારા ગામથી વચલા બારાના રસ્તા પર કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં ગાયો પાણીમાં તણાતી જોવા મળી રહી છે.

Heavy rains will fall in this district for another 5 days! Find out where

રાજકોટમાં આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં ધીમી ગતિએ મેઘરાજાનું આગમન થયું છે. એકાએક વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરના હોસ્પિટલ ચોક, જામનગર રોડ, રેલનગર, શાસ્ત્રી મેદાન અને યાજ્ઞિક રોડ ઉપર વરસાદ મન મૂકીને વરસ્યો. રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ભારે વરસાદ વરસતા વાહનચાલકોએ ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. ગોંડલથી છેક જૂનાગઢ જવાના હાઈવે પર વરસાદે રમઝટ બોલાવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં. બીજી બાજુ જેતપુરના ધોરાજી અને ઉપલેટા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી. સતત 6 દિવસથી અવિરત વરસાદ વરસતા રોડ પરથી પાણી વહેતા થઇ ગયા છે. ખેડૂતો તેમજ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.