ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતને મળ્યું ટોપ-7 રાજ્યોમાં સ્થાન

In the Ease of Doing Business ranking, Gujarat got a place in the top-7 states

દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ટોચની સિદ્ધિઓ હાંસિલ કરવામાં ગુજરાતને ટોપ-7 રાજ્યોમાં સામેલ કરવામાં આવ્યું છે. બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન 2020ના અમલીકરણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટોપ અચિવર્સ તરીકે આંધ્રપ્રદેશ, ગુજરાત અને તેલંગાણાને ટોપ-7 રાજ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હરિયાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુ પણ આ યાદીમાં સામેલ થયા છે. વધુમાં હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને રેન્કિંગમાં ટોપ-અચીવર્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા, બિઝનેસ-ફ્રેંડલી માહોલને પ્રોત્સાહન આપવા અને બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાનના આધારે મૂલ્યાંકન કરવાની સિસ્ટમ દ્વારા તંદુરસ્ત સ્પર્ધામાં ભાગ લેવા સજ્જ બનાવવાનો છે. એસ્પાયર્સ કેટેગરીમાં પણ આસામ, કેરળ અને ગોવા સહિત સાત રાજ્યોનો સમાવેશ થાય છે.

In the Ease of Doing Business ranking, Gujarat got a place in the top-7 states

ટોપ અચિવર્સ, અચિવર્સ, એસ્પાયર્સ, અને ઈમર્જિંગ બિઝનેસ ઈકોસિસ્ટમની કેટેગરીના આધારે રાજ્યોને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બીઆરએપી 2020માં 301 રિફોર્મ પોઈન્ટ્સ ઈન્ફોર્મેશન, સિંગલ વિન્ડો સિસ્ટમ, લેબર અને લેન્ડ એડમિનિસ્ટ્રેશન સહિત 15 બિઝનેસ રેગ્યુલેટરી માપદંડો, 118 નવા સુધારાને આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આ નીતિ-નિયમોમાં કરેલા સુધારા બિઝનેસ ઈકોસિસ્ટમ માટે અનુકૂળ છે કે નહીં તેનુ મૂલ્યાંકન થઈ શકે છે. જેમાં ટ્રેડ લાયસન્સ, હેલ્થકેર, લિગલ મેટ્રોલોજી, સિનેમા હોલ સહિત નવ સેક્ટર્સને 72 એક્શન પોઈન્ટ્સને આધારે કેટેગરી નક્કી થાય છે.