વિશ્વ આરોગ્ય સંસ્થાનું એક માત્ર સેન્ટર સમગ્ર વિશ્વમાં ભારતમાં આપવામાં આવ્યું અને તે પણ ગુજરાતના જામનગરમાં જ શા માટે ? શું છે તેની પાછળના આધારભૂત કારણો જાણો….
WHO નું એક માત્ર સેન્ટર જામનગરને પ્રાપ્ત થયું છે તેની પાછળના જો કારણો જાણવાનો પ્રયાસ કરીએ તો કંઈક આવા હોઈ શકે…જામનગરમાં ૧૯૬૭ માં ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીની સ્થાપના થઈ…. જામનગરના રાજવી પરિવાર દ્વારા આ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવવામાં આવી…..જે તે સમયમાં જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજી વૈદ્ય હતા.. આયુર્વેદીક યુનિવર્સિટીની લાયબ્રેરીની બિલ્ડિંગમાં તેઓ પોતાની ડીસ્પેન્શરી ચલાવતા હતા….તેમના ઉદાર વિચારણા કારણે તેઓએ વિચાર્યું કે આ યુનિવર્સિટી વિશ્વફલક પર ફેલાય અને દરેક બ્રાન્ચના સારા નિષ્ણાંતો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન થાય અને આ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસક્રમ થાય અને એ જ અભ્યાસક્રમની મદદથી જ આપણે આયુર્વેદ અને આપાણી ધરતીના સાયન્સને બીજા સાયન્સ સાથે જોડી શકીએ અને તેને આપણે વધુ ફેલાવી શકીએ તેવા વિચાર સાથે આ યુનિવર્સિટીની શરૂઆત કરાઈ હતી.
જે તે સમયના ડોકટર પીએમ મહેતા જેઓ એલોપેથીક સાયન્સના નિષ્ણાત હતા તેઓ પણ આ ટીમમાં સામેલ થયા હતા અને ત્યારબાદ ગુલાબકુંવર બા અને રાજવી પરિવાર દ્વારા સાથે મળી અને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને વિશ્વની એક માત્ર આયુર્વેદિક યુનિવર્સિટીનો પાયો વર્ષો પહેલા જામનગરમાં નખાયો હતો….ત્યારે આજે તે એક માત્ર કારણ છે કે જ્યારે WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરાઇ છે….
સંયુક્ત રાષ્ટ્રનું એક આઉટ પોસ્ટ સેન્ટર જે જામનગરમાં સ્થાપાવા જઈ રહ્યું છે ત્યારે જામનગરનું નામ ફરી એક વખત વિશ્વસ્તરે ચમકશે…જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના આ સેન્ટરના કારણે વિશ્વના તમામ દેશોની પોતાની ધરતીમાં પેદા થયેલી મેડિશીન સિસ્ટમ છે જેમકે ચાઈનાને તેને પોતાની મેડીશીન છે , તિબેટની અલગ છે , શ્રીલંકાની અલગ છે તો આ તમામ દેશોની મેડિશીનનું આ સેન્ટરમાં રિસર્ચ થશે અને તેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવશે….
પીએમ મોદીના આગમન પૂર્વ જામનગરમાં WHO ની ઓફીસનું કામ શરૂ કરી દેવાયું છે..સંજોગોની વાત એ છે કે જામનગરમાં GCET ની જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજીની જે ડિસ્પેન્સરી હતી તેની બાજુમાં જ WHO ને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી છે…અને રાજાશાહીના વખતમાં બનેલ આ આયુ્વેદિક યુનિવર્સિટી જેના કારણે WHO એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરી છે અને જેના શિલાન્યાસની વિધિ આવતીકાલે વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહી છે ત્યારે આવતીકાલે વડાપ્રધાન આ શિલાન્યાસ વિધિ પહેલા જામનગરના રાજવી જામ શત્રુશૈલ્યસિંહજી ની પણ મુલાકાત લેશે ત્યારે આ પ્રસંગ જામનગર માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે …..