ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી T20 મેચ સેન્ટ કિટ્સના બેસેટેરે ગ્રાઉન્ડ પર રમાશે. બન્ને ટીમે એક-એક મેચ જીતી છે. આજની મેચ ભારત માટે મહત્ત્વની છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો વેસ્ટઈન્ડીઝ સામે મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. ભારતે વેસ્ટઈન્ડીઝ સામેની 22 T-20 મેચમાંથી 14 જીતી છે. જ્યારે પાકિસ્તાને વેસ્ટઈન્ડીઝ સામે 21 મેચમાંથી 15 જીતી છે. ભારત પાસે આજની મેચ જીતીને પાકિસ્તાનના રેકોર્ડની બરોબરી કરવાની તક છે.

બીજી અને ત્રીજી મેચ વચ્ચે અંતર રાખવામાં આવ્યું નથી. ત્રીજી મેચની લાઈવ પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ તમે ફેન કોડ એપમાં જોઈ શકશો. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર એપ પર લાઈવ કવરેજ તમે મેળવી શકશો. પિચની વાત કરીએ તો રન ચેઝ કરનાર ટીમને લાભ થશે. પિચ પર બોલરોને મદદ મળશે. તમે ચોગ્ગા છગ્ગાની અપેક્ષા કરતા હશો તો તમને નિરાશા મળશે. બીજી મેચમાં આવેશ ખાન કઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તેને રવિ બિશ્નોઈની જગ્યાએ ટીમમાં સ્થાન અપાયું હતું, પરંતુ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. આવેશે 202 ઓવરમાં 31 રન આપ્યા હતા. તેની જગ્યાએ રવિ બિશ્નોઈને ટીમમાં ફરી લેવાય એવી સંભાવના છે.

સેન્ટ કિટ્સના બેસેટેરે ગ્રાઉન્ડ પર અત્યારસુધી 9 મેચ રમાઈ છે. એમાં સાત પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી છે. બે મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. મેદાનનો સરેરાશ સ્કોર 128 રન રહ્યો છે, જ્યારે સૌથી વધારે 182 અને સૌથી ઓછો 45 રહ્યો છે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ અને અર્શદિપ સિંહ.
વેસ્ટ ઈન્ડીઝ: કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ડેવોન થોમસ, અકીલ હોસેન, ઓડેન સ્મિથ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકોય.





















