જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ૨૫૧ પરિવારનું પૂનમબેન માડમ ને જાહેર સમર્થન

જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના તા.12-3-2015 ના રોજ કરવામા આવેલ છે આ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવેલ છે જેમા સમુહ લગ્ન બહનો રાહત દરે સિલાઈ મશીન વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ કોમ્પિટિશન પરીક્ષા પરીક્ષાનુ ફ્રી માર્ગદર્શન બ્લડ કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ આંખુના કેમ્પ ચિકનગુનીયા કેમ્પ હોસ્પિટલ ના દર્દી જરૂરીયાત સાધનની સહાય વિધાર્થીઓને રાહત દરે નોટબુક મા અમૃતમ કાર્ડ કેમ્પ આયુષ્માન કાર્ડ ના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ કોરાના કાળમા ફ્રી સેનીટાઝર વિસ્તરણ વિધવા અને નીરાધન બહેનો તેમજ જરૂરીયાત મંદ લોકોને રાશન કીટ અબોલ પશુ પંખીઓને લાડવા ધાસ ચારો અને ચણ જરૂરીયાત મદ લોકો ને રાશન ચાલુ કરવાનો કેમ્પ કોરોના વેકસીન કેમ્પ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવે છે ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સુભાષભાઈ બી. ગુજરાતી વર્તમાન પ્રમુખ જયેશ એન. કંટારીયા તેમજ મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન એસ. ગુજરાતી ની અધ્યક્ષતામાં ગત તારીખ ૨.૫.૨૦૨૪ ના દિવસે ટ્રસ્ટની જનરલ કારોબારીની મીટીંગ મળી હતી.જેમા ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય અને સભ્યશ્રીઓ મીટીગમા ઉપસ્થિત રહા હતા આ બેઠકમાં ટ્રસ્ટ ના નેજા હેઠળ ૨૫૧ જેટલા પરિવારોએ ૧૨- જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને જાહેર સમર્થન આપ્યું છે, અને તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો સર્વ સંમતિથી સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ સ્થાપક સુભાષભાઈ ગુજરાતી પ્રમુખ જયેશભાઈ એન કંટારિયા ની એક યાદીમાં જાહેર કરાયું છે.