છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે ત્યારે જામનગરમાં વધુ એક યુવકનું હાડ બેસી જતા 24 વર્ષીય યુવાનનું મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન થયો છે.જામનગર શહેરના પ્રખ્યાત જૈન વિજય કચોરી વાળા 24 વર્ષીય યુવાન સુમિતભાઈ પઢીયાર દુકાનમાં કામ કરતી વેળાએ એકાએક જમીન પર ઢળી પડ્યા હતા. અચાનકથી બેભાન થયેલા યુવકને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને હાર્ટ બેસી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર રાજ્યમાં જ્યારે યુવાઓમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ ચિંતાનો વિષય બની રહ્યો છે. જામનગર શહેરમાં થોડા સમય પહેલા એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું ત્યારે ફરીથી આ પ્રકારનો કિસ્સો સામે આવતા યુવા વર્ગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છાતીમાં દુખાવો કે પછી ગભરામણ થવી તેવી બાબતોને જરાય પણ નજર અંદાજ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો એ અત્યંત જરૂરી છે.