Site icon Meraweb

ગરબા રસિકો માટે સતર્કતા થી સાવધાની રૂપ કિસ્સો: 19 વર્ષીય યુવક નું ગરબા પ્રેક્ટિસ કરતા હૃદય હુમલા થી મોત, સમગ્ર પરિવારમાં શોક નો માહોલ છવાયો…

19-year-old-dies-due-to-heart-attack-while-practicing-garba

નવલી નવરાત્રી ના ગણતરી ના દિવસો બાકી હોય, ત્યારે ગત મોડી રાત્રે, જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવક નું હૃદય હુમલા થી મોત નીપજ્યું હતું.

યુવાન વિનીત નો મૃતદેહ ને પીએમ અર્થે સરકારી જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યા માં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.