નવલી નવરાત્રી ના ગણતરી ના દિવસો બાકી હોય, ત્યારે ગત મોડી રાત્રે, જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવક નું હૃદય હુમલા થી મોત નીપજ્યું હતું.

યુવાન વિનીત નો મૃતદેહ ને પીએમ અર્થે સરકારી જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યા માં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.





















