સાંસદના ચોમાસુ શત્રમાં મોંઘવારી સહિતના મુદ્દે ભારે હંગામો થતાં 19 સાંસદો સસ્પેન્ડ

19 MPs suspended due to huge ruckus on issues including inflation in MP's monsoon session

સંસદના બંન્ને ગૃહમાં મોનસૂન સેશન ચાલી રહ્યું છે. ત્યારે આજે ચોમાસુ સત્રના સાતમા દિવસે 19 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો અને GST વધારાના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની વિપક્ષની માંગને લઈને બંને ગૃહોમાં હોવાળો થતા મંગળવારે સવારે સંસદની કાર્યવાહી ફરી બંધ કરવાની ફરજ પડી હતી. જોકે બપોરના સમયે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. રાજ્યસભાના મમતા બેનર્જીની પાર્ટીના સાંસદો સહિતના 19 સાંસદોને આજે ઉપલા ગૃહમાં ભારે હોબાળો કરતા એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

19 MPs suspended due to huge ruckus on issues including inflation in MP's monsoon session

રિપોર્ટ અનુસાર રાજ્યસભાના 19 સાંસદોને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં પ્રવેશવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન સહિત 19 સાંસદોને અઠવાડિયાના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

19 MPs suspended due to huge ruckus on issues including inflation in MP's monsoon session

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં સુષ્મિતા દેબ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, મૌસમ નૂર, શાંતા છેત્રિયા, નદીમુલ હક, અબિરંજન વિશ્વાસ (TMC) ઉપરાંત એ. રહીમ અને શિવદાસન, કનિમોઝી (DMK), બીએલ યાદવ (TRS) અને મોહમ્મદ અબ્દુલ્લા. ગૃહના વેલમાં પ્રવેશવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ઉપલા ગૃહમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.