લોકસભા- ૨૦૨૪- ની ચૂંટણી માટે ગુજરાતમાં આજે નામાંકન પત્ર રજૂ કરવા માટેનો અંતિમ દિવસ છે, ત્યારે ૧૨- જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ૧૨ વાગ્યાને ૩૯ ના શુભ મૂહૂર્તે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે લોકસભા ના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં વિરાટ સંકલ્પ રેલી અને સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેનો આજનો અંતિમ દિવસ મુકર્રર કરવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને બપોરે ૧૨.૦૦ વાગ્યાને ૩૯ મિનિટ ને શુભમુહૂર્ત પર પૂનમબેન માડમ દ્વારા પોતાનું નામાંકન પત્ર જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
જેઓ કલેક્ટર કચેરીના દ્વારે પહોંચ્યા ત્યારે તેઓની સાથે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ પૂર્વ મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્યારબાદ ઉમેદવાર પૂનમબેન માડમે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, ત્યારે તેઓની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા,ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કલસ્ટરલ .આર.સી ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમર્થન કર્યું હતું.