Site icon Meraweb

ગુજરાતના આ શહેરમાં બાનવવામાં આવી 1,11,111 રુદ્રાક્ષ પારાની શિવલિંગ!!

1,11,111 rudraksha mercury shivlings were made in this city of gujarat!!

ભગવાન ભોળાનાથને મનાવવાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શિવાલયો પર ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે રાજકોટમાં અનોખુ શિવાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે જ અહીં ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે જેની ઊંચાઈ 29 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ છે. આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે. લોકો આ શિવલિંગ પર જઈને જળાભિષેક કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય બન્યું છે. લોકો આ શિવલિંગ પર જઈને અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે.શિવજીની સામે રહેલા નંદી પણ મોટો છે જેમની ઊંચાઈ 6 ફૂટ ની છે.તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે. 

આ વિશાળકાય શિવલિંગ. રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે. મંદિરની આસપાસ બે વિશાળ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ આસપામાં મન મોહક પ્રાકૃતિક પણ છે. આ ભવ્ય મંદિર રાજકોટથી 12 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.