યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિધ્યાર્થી નવીન શેખરપ્પાએ બે દિવસ પહેલા તેના પરિવાર સાથે વિડીયો કોલમાં શું વાત કરી હતી જુઓ …

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુને વધુ ઉગ્ર સાબિત થઈ રહ્યું છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. લોકો ત્યાં રહેતા ડરે છે. આવી સ્થિતિમાં કર્ણાટકના રહેવાસી નવીનનું મંગળવારે મૃત્યુ થયું છે. તમને જણાવી દઈએ કે ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે પરંતુ હજુ પણ તેમાં સમય લાગી રહ્યો છે. બે દિવસ પહેલા મૃત્યું પામેલા નવીનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યો હતો.

વિદ્યાર્થીના મોતનું કારણ રશિયન ફાયરિંગ હોવાનું કહેવાય છે. ખાર્કિવમાં ગોળીબારની રેન્જમાં આવીને આ ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન શેખરપ્પા છે. 21 વર્ષીય નવીન કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો. આ દહેશતભર્યા વાતાવરણ વચ્ચે તેણે 2 દિવસ પહેલા પરિવારના સભ્યો સાથે વાત પણ કરી હતી.અને આશા વ્યક્ત કરી હતી કે તે જલ્દી ભારત પરત આવશે . તેમના પરિવારજનો પણ એજ રાહમાં હતા કે હમણાં તેનો પુત્ર આ મુશ્કેલીમાંથી બહાર આવીને ઘરે પરત ફરશે..અને પરિવારના લોકો તેના પુત્રની રાહ જ જોતા રહ્યા અને યુવાને આખરે બે દેશની લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો ..

દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને ટ્રેન અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી આજે તરત જ કિવ છોડવાનું સૂચન કર્યું હતું. દૂતાવાસે ટ્વીટ કર્યું કે, “વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક ટ્રેન અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ મોડ દ્વારા કિવ છોડી દે.