૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા સંગઠન વધુને વધુ મજબૂત બનાવવા અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ અન્ન ભેગા એના મન ભેગા એ સૂત્ર સાથે આગળ વધતા જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહી સંગઠનની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા તેમજ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના એ સંગઠનના થયેલા કાર્ય વિશે રિપોટિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાએ આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને દરેક હોદેદારો એ પોતાના ઘરેથી લાવેલા ટિફિન માથી સામૂહિક ભોજન કર્યું હતું જેમા સરકારના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા જિલ્લા ભાજપ મહામંત્રી શલેષભાઈ કણજારીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા , નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર , જિલ્લા ભાજપના કેતનભાઇ બુદ્ધભટી , પરબતભાઇ ભાદરકા, ફાલ્ગુનીબેન વ્યાસ અને ધીરુભાઇ ટાકોડરા , મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, ભવ્યભાઈ ગોકાણી , જ્યેશ કણજારીયા રાજીવ ભૂંડિયા અશોકભાઈ કાનાણી ભીખુભા જેઠવા નાથુભાઈ વાનરીયા , ઇમતયાઝખાન લોદિન , હરેશભાઇ ભટ્ટ , કિશોરભાઈ નકુમ , અઝુભાઈ ગાગિયા , કારુભાઈ માવદીયા , રેખાબેન ખેતીયા , મોહિત મોટાણી , મોહીત પંડ્યા , લખુભાઈ ચાવડા, પ્રવીણ જામજોડ , નીરવ કવયા , મિલન વારીયા , યૂનુસ ચાકી , મોહસીન ચાકી મુશતાક ખાખી, જીજ્ઞેશભાઈ પરમાર , અલ્પેશભાઈ પાથર , સુરપાલસિંહ ચુડાસમા , રાણાભાઈ ગઢવી સહિતના અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર એ કર્યું હતું.
“અન્ન ભેગા એના મન ભેગા” મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં ખંભાળીયા શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઈ

